



'ખુબસુરત' ફિલ્મની અભિનેત્રી સોનમ કપૂરે સાતમાં બીએમડબલ્યુ ઇન્ડિયા બ્રાઈડલ ફેશન વીકનું ઉદઘાટન કર્યું છે. ડિઝાઈનર અબુ જાની અને સંદીપ ખોસલાના ઉદઘાટન શોમાં ગઈકાલે સાંજે ૩૦ વર્ષીય સોનમ બનારસની દુલ્હન બનીને રેમ્પ પર ચાર ચાંદ લગાવ્યા છે.
સોનમે ઉદઘાટન સત્રમાં અમેરિકી ગાયિકા લાના ડેલ રેનું ગીત 'વિલ યુ સ્ટીલ લવ મી' પર ર્ક જોરદાર નૃત્યની પ્રસ્તુતિ આપી હતી. સોનમે આ સમયગાળા દરમિયાન સિલ્વર રંગનું ગાઉન પહેર્યું હતું. એના પછી તે રેમ્પ પર એક જોરદાર કરીગરીવાળો લહેંગો પહેરીને ઉતરી હતી. એની સાથે તેમણે જરદોશીનું ભરતકામવાળો બ્લાઉઝ પહેર્યો હતો.
આ દરમિયાન સોનમે કહ્યું કે, 'મને સારું લાગી રહ્યું છે. આ કપડામાં હું મારી જાતને દુલ્હન તરીકે અનુભવી રહી છું. આ ખુબ જ ભારે છે પરંતુ આ કપડા પહેરીને રેમ્પ પર ચાલીને મને ખુબ જ મજા આવી છે. આ ફેશન વીક ૧૧ ઓગષ્ટ સુધી ચાલશે જેમાં ઘણા ડીઝાઈનર પોતાના કપડાના સંગ્રહને જાહેર કરશે.
Follow Us